દિલ્હીની કડકડડૂમાની DGHS બિલ્ડિંગમાં ભિષણ આગ, 22 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે

  • 5 years ago
દિલ્હીના કડકડડૂમા વિસ્તારમાં દિલ્હી સ્વાસ્થય સેવા મહાનિર્દેશાલયની બિલ્ડિંગમાં શુક્રવારે બપોરે ભીષ આગ લાગી છે આગ ઓલવવા માટે 22 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે છે DGHSની બિલ્ડિંગમાં લાગેલી આગ ઓલવવા માટે ફાયર ફાઈટરની ટીમનું 4 કલાકથી ઓપરેશન ચાલુ છે

બિલ્ડિંગમાં જે સમયે આગ લાગી ત્યારે ત્યાં લંચ ટાઈમ હોવાથી મોટા ભાગનો સ્ટાફ બિલ્ડિંગથી બહાર હતો અને અમુક લોકો બહાર જવાની તૈયારી કરતા હતા આ બિલ્ડિંગમાં બે ઈમરજન્સી ગેટ છે આજ કારણ છે કે, આગ લાગ્યા પછી મોટાભાગના લોકો સુરક્ષીત રીતે બહાર નીકળી ગયા હતા તેથી જ આટલી મોટી દુર્ઘટનામાં કોઈને જાન હાની નથી થઈ

ફાયર ફાઈટરની ટીમના અધિકારીઓએ જણાવ્યું કે, આગ લાગવાની ઘટના વિશે તેમને બપોરે માહિતી આપવામાં આવી હતી તેથી તેમણે આગ પર કાબુ મેળવવા 22 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરી હતી આગ ઓલવવા માટે 60 કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા

Recommended