જંગલમાંથી દુર્લભ એવો બે માથાવાળો સાપ મળ્યો, Double Dave નામ અપાયું
  • 5 years ago
ન્યૂ જર્સીના પાઈન બૈરેંસમાં આવેલા હર્લિગોલૉજિક એસોસિએટ્સના બે કર્મચારીઓના હાથમાં રેર કહી શકાય તેવું સાપનું બચ્ચું આવ્યું હતું ડેવ શ્રાઈડર અને ડેવ બર્કેટ નામના આ કર્મચારીઓ જ્યારે માળાની શોધ કરી રહ્યા હતા ત્યારે તેમની નજરે આ નવજાત બચ્ચું પડ્યું હતું જેના બે માથા હતા તેમના જણાવ્યા મુજબ આવા બે માથાવાળો સાપ જંગલમાં સર્વાઈવ કરી શકતો નથી જેના કારણે તેને હાલ સુરક્ષિત સ્થળે લઈ જવાયો છે ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ ન્યૂ જર્સીમાં પહેલીવાર આવો સાપ જોવા મળ્યો છે જેના બે મગજ હોય અને તે પણ સ્વતંત્ર રીત કાર્ય કરતાં હોય આ પ્રકારના દુર્લભ કહી શકાય તેવા સાપ પર રિસર્ચ કરીને વધુમાં વધુ માહિતી મેળવવા માટે તેમણે પરમિશન પણ લઈ લીધી છે